સર્વ શિક્ષા અભિયાન

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Tuesday, 3 December 2013

વિજ્ઞાન ના જુદા જુદા વિષયો

Metallurgy : ધાતુવિજ્ઞાન : વિવિધ ધાતુઓની ઉત્પત્તિ, સંશોધન, શુદ્ધિકરણ વિજ્ઞાન
Microbiology : જંતુવિજ્ઞાન : સૂક્ષ્મ જીવાણું બેક્ટેરિયા વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન
Neurology : જ્ઞાનતંતુશાસ્ત્ર : મગજના વિવિધ ભાગો અને તેની ક્રિયાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Optics : પ્રકાશવિજ્ઞાન : પ્રકાશનાં લક્ષણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન
Orthopaedics : અસ્થિવિજ્ઞાન : હાડકાં અને તેને લગતા રોગોનું વિજ્ઞાન
Pathology : વિકૃતિશાસ્ત્ર : વિવિધ વિકૃતિઓ અને બિમારીઓનું શાસ્ત્ર
Phonetics : વાણીશાસ્ત્ર : વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Physics : ભૌતિકવિજ્ઞાન : પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરતું વિજ્ઞાન
Phyhiology : જીવવિજ્ઞાન : જીવોની ઉત્પત્તિ અને એમનાં અંગઉપાંગોના અભ્યાસનું વિજ્ઞાન
Phychology : માનસશાસ્ત્ર : પ્રાણી અને મનુષ્યના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Radiology : કિરણોત્સર્ગશાસ્ત્ર : કિરણોત્સર્ગ પદાર્થોનું શાસ્ત્ર
Seisomology : ભૂકંપશાસ્ત્ર : ધરતીકંપ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Sericulture : રેશમશાસ્ત્ર : રેશમના કીડા ઉછેરનું શાસ્ત્ર
Topography : ભૂશાસ્ત્ર : જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Pharmacology : ઔષધવિજ્ઞાન : ઔષધો તેમનું બંધારણ અને ઉપયોગિતાની ચર્ચા કરતું વિજ્ઞાન
Paediatrics : બાળરોગવિજ્ઞાન : બાળકોના વિવિધ રોગોની સારવાર કરતું વિજ્ઞાન
Meteorology : હવામાનશાસ્ત્ર : હવામાનનાં લક્ષણો અને ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Oceanography : સામુદ્રિકવિજ્ઞાન : સમુદ્રનાં પ્રવાહો, જીવો, તોફાનો વગેરેનું વિજ્ઞાન
Zoology : પ્રાણીવિજ્ઞાન : પ્રાણીઓની ઉત્પત્તિના પ્રકારોનું વિજ્ઞાન

No comments :

Post a Comment