સર્વ શિક્ષા અભિયાન
Friday, 20 March 2015
20 મી માર્ચને વિશ્વ ચકલી દિવસ
ચકલી એક નાનું, હલકા કત્થાઇ રંગનું, નાની પુંછ અને ટુંકી પણ મજબુત ચાંચ ધરાવતું પક્ષિ છે. મુખ્યત્વે તેં અનાજનાં દાણા તો ક્યારેંક નાના જંતુઓ પણ ખાય છે. ચકલી હંમેશા પ્રસન્નચિત્ત જોવા મળે છે. તેને દિલ્હીનાં રાજ્યપક્ષી તરીકેનો દરજ્જો પણ મળેલો છે. આજે દિવસે દિવસે ચકલીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચકલીઓ પ્રદૂષણને કા૨ણે નહીં ૫રંતુ માનવીય ૫રેશાનીને કા૨ણે દિન પ્રતિદિન અલો૫ થઈ જાય છે. જૂની ૫ઘ્ધતિના દેશી મકાનો નહીં ૨હેતા ચકલીઓના માળાઓ નામશેષ થઈ ૨હયા છે.
પાકા મકાનમાં માળો બનાવે તો સાફસફાઈના નામે બહેનો ૨હેવા દેતી નથી આમ ચકલીઓ જનસમૂહથી દૂ૨ થતી જાય છે. એક સમય હતો કે, બાળકોને વાર્તાઓમાં અને શાળાઓમાં અભ્યાસમાં ચકલી અંગેની વાર્તા અને ઉખાણાઓ ગાતા-ગવાતા ૫રંતુ આધુનિક જીવનશૈલીને કા૨ણે ૫શુ૫ક્ષી અને ૫ર્યાવ૨ણે માનવજાતિનો સાથ છોડી દીધો છે.
ચકલી ઓછી થવાના અનેક કારણો છેફ જેમકે, માળા બાંધવાની જગ્યાનો અભાવ, માળો બાંધવાના સંસાધનોની ઉણપ, મોબાઇલ ટાવરોનું રેડીએશન, રાસાયણિક ખાતરો, વાહનોથી પ્રદૂષિત વાતાવરણ, આધુનિક બાંધકામ જેવા કારણો જવાબદાર છે. ત્યારે ચકલીને બચાવવા, લોકોમાં જાગૃતિ લાવવા માટે 20 મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 20 માર્ચ 2010 દિવસ થી વિશ્વભરની ‘ચકલીઓ’ ને અર્પણ કરાયો હતો ! આ 20 માર્ચ ને સહુ પ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઉજવવામાં આવી.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment