સર્વ શિક્ષા અભિયાન

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Saturday, 24 November 2012

જનરલ જસવંતસિંહજી એક ગામડામાંથી પસાર થઈ
રહ્યા હતા. તેમની નજર ઘરની દીવાલો પર
દોરાયેલાં વર્તુળો તરફ ગઈ.
જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું
નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે

નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું.
જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ
નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું.
થોડી વારમાં જવાન એક યુવાનને લઈ આવ્યો. તેની પાસે
બંદૂક હતી.
જનરલે પૂછ્યું : ‘આ બધાં નિશાન તમે લીધા છે ?’ આવનાર
ગ્રામીણ યુવાને હા કહી.
જનરલે કહ્યું, ‘તમે સારા નિશાનબાજ છો.
તમારી નિશાનબાજી જોઈ મને આનંદ થયો. આર્મી કે
પોલીસમાં સર્વિસ કરો છો ?’
યુવાને કહ્યું, ‘ના સાહેબ. હુ તો ખેતી કરું છું. આ બધાં નિશાન
મેં લીધાં છે, પરંતુ આપ ધારો છો એવું અઘરું આ કામ નથી. હું
પ્રથમ તો ગોળીબાર કરી પછી ફરતું ચક્કર દોરી નાખું
છું.’
જનરલે કહ્યું : ‘હવેથી પ્રથમ ચક્કર દોરી પછી ગોળીબાર
કરજો.’ માનવી પહેલું કાર્ય કરી લે છે અને પછી તેને
વાજબી ઠેરવતું ફરતું વર્તુળ દોરે છે.
ઐસી બાની બોલ, કોઈ કહે ના જૂઠ,
ઐસી જગહ બૈઠ કોઈ કહે ના ઉઠ.
આમ કબીરસાહેબે કહ્યું છે.
આમ તો વાજબી ઠેરવવા પ્રયાસ કરવો પડે એવું કામ જ ન
કરીએ તો ?

No comments :

Post a Comment